'શૂન્ય' પાલનપુરીની કવિતાઓ તેમના અવાજમાં
મારા રેકોર્ડ સંગ્રહમાંથી
સાચું નામ:- અલીખાન બલોચ
ઉપનામો:- ‘શૂન્ય’ , ‘રૂમાની’ , ‘અઝલ’
જન્મતારીખ:- 19 ડિસેમ્બર1922, લીલાપુર, અમદાવાદ
અવસાન:- 17 માર્ચ 1987 પાલનપુર ખાતે
કુટુંબ
માતા:- નનીબીબી
પિતા:- ઉસ્માનખાન
ભાઇ:- ફતેહખાન
પત્ની:- ઝુબેદા
પુત્રો:- તસમીન, ઝહીર
પુત્રીઓ:- કમર, પરવેઝ
અભ્યાસ
1938માં મેટ્રીક પાસ - પાલનપુરથી
1940 બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ ખાતે અભ્યાસ અધૂરો મૂક્યો
યોગક્ષેમ
1940 પાજોદના દરબાર ‘રૂસવા' ના અંગત મંત્રી
1945 થી 1954 દરમિયાન અમીરબાઇ મિડલસ્કૂલ પાલનપુરમાં શિક્ષક રહ્યા
1957 થી 60 નોકરી છૂટી ગયા બાદ અમદાવાદ અને પાટણમાં રહ્યા
પાટણ ગયા બાદ ‘ગીત ગઝલ ‘ માસિકનું પ્રકાશન શરુ કર્યું
1962 'મુંબઇ સમાચાર' અખબારમાં નોકરી
કાર્ય-પ્રદાન
કવિતા સંગ્રહો
ગુજરાતી ભાષામાં 6
ઉર્દૂ ભાષામાં 1
અનુવાદ 1
મુખ્ય કૃતિઓ
ગુજરાતી ગઝલો
શૂન્યનું સર્જન
શૂન્યનું વિસર્જન
શૂન્યના અવશેષ
શૂન્યનો દરબાર
ઉર્દૂ ગઝલો
દાસ્તાને ઝિંદગી
અનુવાદ
ઉમર (ઓમર) ખૈયામ
અંગત
1925માં ત્રણ વર્ષની વયે પિતાનું અવસાન, માતા સાથે પાલનપુરમાં એટલે કે પોતાના મોસાળમાં ઊછર્યા
1940માં 'રૂસવા’ સાહેબ સાથે સંપર્ક થયો અને ગઝલની યાત્રા શરુ થઇ
અમૃત ઘાયલે ‘શૂન્ય’ ઉપનામ સૂચવ્યું (આ બાબતથી બહુ ઓછા લોકો વાકેફ છે)